Home          |          About us          |          Services          |          Rules          |          Gallery          |          Inquiry          |          Contact Us
 
 
  Admission Rules
 
  English   
 
૧. શત્રની શરૂઆત તારીખ ૨૧ જૂનથી શરૂ થશે અને ૩૧ મે સુધી રહેશે
૨. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલનું પ્રવેશ ફોર્મ હોસ્ટેલના નિયમો વાંચી સમજીને ભરવાનું રહેશે.
૩. પ્રવેશ ફોર્મ ઉપર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. મમ્મી તથા પપ્પા કે વાલીનો ફોટો પણ આપવાનો રહેશે.
૪. હોસ્ટેલની ફી પુરા વર્ષની તુરતજ ભરવાની રહેશે. એક વખત ફી ભર્યા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહીં. ડીપોઝીટની રકમ વર્ષ પુરા થયા પછી ૬ માસમાં પરત લેવાની રહેશે, ત્યારબાદ મળશે નહી. ડીપોઝીટની રસીદ પરત આપવાની રહેશે. વર્ષ પુરૂ કરનારને જ ડીપોઝીટ પરત મળશે.
૫. હોસ્ટેલના સમયપત્રક મુજબ અનુસરવાનું રહેશે. હોસ્ટેલનો દરવાજો સવારમાં ૬ વાગે ખુલશે અને સાંજે ૯ વાગે બંધ થશે.સાંજે પરત આવવાનો સમય ૮ વાગ્યાનો છે અને તેમાં કોઈપણ જાતની છુટછાટ રહેશે નહીં.
૬. હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીને ફાળવેલ પલંગ, ટેબલ, ખુરસી, કબાટ, ગાદલું, ઓશીકું, ચાદર, ડોલ,ટ્યુબલાઈટ વગેરેની કાળજી રાખવાની રહેશે અને પરીક્ષા પૂરી થયે વ્યક્તિગત રીતે પરત કરવાની જવાબદારી રહેશે. વર્ષ દરમ્યાન જે કંઈ નુકસાની હશે તે ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવશે.
૭. રૂમના મેઈન ડોરને તાળું હોસ્ટેલનું જ લગાવવાનું રહેશે. ચાવીઓની સંભાળ પોતે જ લેવાની છે. ચાવી ખોવાઈ જશે તો રૂ|. ૫૦/- ભરવાના રહેશે.
૮. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓએ તેમને ફાળવેલ રૂમમાં જ સીટ પ્રમાણે રહેવાનું છે, અંદરો અંદર રૂમની ફેરબદલી કરી શકાશે નહીં.
૯. લાઈટ તેમજ પાણીનો દૂરઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું, રૂમ બંધ  કરતી વખતે લાઈટ તેમજ પાણીનો નળ બંધ છે તેની ચકાસણી કરવી. વિજળી તેમજ પાણીનો ઇરાદાપૂર્વક દૂરઉપયોગ કરનારને રૂમ ખાલી કરવાની રહેશે તેમજ નુકસાન ડિપોઝીટમાંથી વસુલ કરવામાં આવશે.
૧૦. રૂમની અંદર લાઈટની જે સગવડ આપેલ છે તેના સિવાય બીજા કોઈ સાધનનો વપરાશ સદંતર બંધ છે.(દા.ત. ઈસ્ત્રી, હિ વગેરે ) કોમ્પ્યુટર રાખનારને માસિક રૂ|. ૧૫૦/- વિજળી પેટે આપવાના રહેશે.
૧૧. હોસ્ટેલ તરફથી મળેલ ઓળખ કાર્ડ હોસ્ટેલની બહાર જતા વોચમેનને આપવાનું રહેશે અને રજીસ્ટરમાં નોંધણી કરવાની ફરજીયાત છે. હોસ્ટેલમાં પરત થતા ઓળખ કાર્ડ વોચમેન પાસેથી લઇ લેવું અને તે ખોવાઈ ન જાય તે ધ્યાન રાખવું. નવું કાર્ડ રૂ|. ૨૫/- ભર્યા પછી જ મળશે.
૧૨. લાઈટ,પાણી તેમજ સફાઈને લગતી મુશ્કેલી હોય તો તુરત જ સંચાલકના ધ્યાનમાં લાવવાનું રહેશે.
. વોચમેન તમારી સુરક્ષા માટે જ છે તો તેની ફરજ બજાવવામાં સહકાર આપવાનો રહેશે.
. વાલીઓએ ફોન સવારે ૮:૦૦ થી  ૧૦:૦૦ અને સાંજે ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી કરવાનો રહેશે.
 

 
 
 
 
  Gallery
 
 
   
     
   
     
   
     
   
 
 
 
 
     
  Mo.   : +91 99765 39635
  Phone   : (02692) 231385
Copyrights© R. S. Girls Hostel. All Rights Reserved. Website Designed & Developed by Young World Infotech