Home          |          About us          |          Services          |          Rules          |          Gallery          |          Inquiry          |          Contact Us
 
 
  Hostel Rules
 
 
  English
૧. હોસ્ટેલમાં કોઈપણ સમયે હાજરીની તપાસ થશે.
૨.
માંદગી માટેની તાત્કાલિક સારવારની વ્યવસ્થા હોસ્ટેલમાં ઉપલબ્ધ છે. ડૉકટરની સેવાની આવશ્યકતા હશે તો રેકટરની મદદ લેવી અને તે અંગેનો તમામ ખર્ચ જે તે વિદ્યાર્થીની એ ભોગવવાનો રહેશે.
૩.
રૂમની અંદર કિંમતી વસ્તુઓ, ઘરેણાં કે વધારે પડતી રકમ રાખવી નહી, દરેકે પોતાને આપેલ કબાટમાં મૂકી પોતાનુંજ તાળું લગાવવાનું રહેશે. કોઈપણ વસ્તુ ખોવાય જશે તેની જવાબદારી સંચાલકની રહેશે નહી.
૪.
હોસ્ટેલની રૂમની દીવાલો પર કોઈપણ જાતનું લખાણ , ફોટોગ્રાફ કે પોસ્ટર ચોંટાડવા નહી.
૫.
મુલાકાતીઓને મળવાનો સમય નીચે પ્રમાણે છે. રવિવારે સવારના ૮ થી ૧૨ કલાક અને સાંજના ૪ થી ૭ કલાક સુધી . સોમવાર થી શુક્રવાર ફકત સાંજના ૫ થી ૭ કલાક સુધી
૬.
મુલાકાતીઓને મુલાકાત ખંડમાંજ બેસવાનું રહેશે, રૂમમાં લઈ જવાની મનાઈ છે.
૭. બહારની કોઈપણ વ્યક્તિને રૂમમાં રાખી શકાશે નહી.
૮.
બહારથી આવતા ફોન ચકાસણી બાદ જ નિયત રૂમમાં અપવામાં આવશે.
૯.
હોસ્ટેલનો ફોન વાપરવાની સખ્ત મનાઈ છે, ખાસ કિસ્સા માંજ પરવાનગી લીધા પછી જ ફોન વાપરવાનો રહેશે. માતા-પિતા કે વાલી ફોન કરી શકે તે માટે ફોન કરનારનું  નામ તેમજ સરનામું પહેલા જણાવવાનું રહેશે.
૧૦.
એસ.ટી.ડી. તેમજ લોકલ ફોનની વ્યવસ્થા હોસ્ટેલમાં ઉપલબ્ધ છે.
૧૧.
હોસ્ટેલમાંથી બહાર જતા પહેલા માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ આપી પરવાનગી લેવાની રહેશે અને નિયત ફોર્મમાં લખવાનું રહેશે.
૧૨.
હોસ્ટેલમાં મુકેલ ટીવીનો ઉપયોગ સાંજના ૭ થી ૯ વાગ્યા સુધીનો રાખેલ છે. ટીવી બંધ કરવાની ચોકસાઈ લેવાની રહેશે.
૧૩.
હોસ્ટેલમાં આવતા અખબારપત્રો કે મેગેઝીનનો ઉપયોગ તેના નિયત સ્થળે જ કરવાનો છે.રૂમમાં લઈ જવાની સખ્ત મનાઈ છે.
૧૪.
ગરમ પાણી માટેની સગવડ હોસ્ટેલમાં ઉપલબ્ધ છે કે જે જુલાઈ થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. ગરમ પાણીનો સમય સવારના ૬:૩૦ થી ૮:૩૦ સુધીનો રહેશે.
૧૫. કચરો કચરાપેટીમાંજ નાંખવો.
૧૬.
રૂમની સફાઈ કે લાઈટ , પાણી અંગેની તકલીફ હોય તો તુરતજ સંચાલકના ધ્યાનમાં લાવવાની રહેશે.
૧૭.
હોસ્ટેલ ખાલી કરતી વખતે ફાળવવામાં આવેલી વસ્તુઓ રેક્ટર કે સંચાલકને રૂબરૂ પરત કરવાની રહેશે.
૧૮.
વિદ્યાર્થીનીઓએ કામ સિવાય બીજાની રૂમમાં ભેગા થવું નહી, અવાજ કે ઘોંઘાટ કરવો નહી.
૧૯.
વિદ્યાર્થીનીઓએ પોતાના વાહનો નીચે પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે મુકવાના છે. દરવાજા બહાર મુકેલ વાહનની જવાબદારી અમારી રહેતી નથી.
૨૦. રેક્ટરના આદેશનું પાલન કરવું ફરજીયાત છે.
૨૧.
હોસ્ટેલના સંચાલન અંગે કે અન્ય કોઈ મુશ્કેલી હોય તો સંચાલકના ધ્યાનમાં લાવી સમાધાન કરવાનું રહેશે.
૨૨.
દિવાળીના વેકેશન દરમ્યાન ૩ અઠવાડિયા (3 Weeks) હોસ્ટેલ સદંતર બંધ રહેશે.
૨૩.
નિયમોના અર્થઘટન બાબતોમાં સંચાલકોનો નિર્ણય આખરી રહેશે.
૨૪.
ઉપર જણાવેલ નિયમોનો ભંગ કરનાર કે અડચણ ઉભી કરનારને દંડ કે બરતરફી કરવાની તમામ સત્તા સંચાલક પાસે અબાધિત છે.
૨૫. ઉનાળુ વેકેશન ૧ મે થી ૧૫ જુન સુધીનું  રહેશે.
 
 
 
 
 
  Gallery
 
 
   
     
   
     
   
     
   
     
   
 
 
 
 

 
     
  Mo.   : +91 99765 39635
  Phone   : (02692) 231385
Copyrights© R. S. Girls Hostel. All Rights Reserved. Website Designed & Developed by Young World Infotech